ભગવદ્ ગીતાનો પ્રસાર પ્રચાર - શ્રી મદ્ ભગવદ્ ગીતા ભારતીય સંસ્કૃતિનો અમુલ્ય ગ્રંથ છે. આ ગ્રંથમાં જીવનનાં મહત્વના જ્ઞાન વિજ્ઞાનનો સમન્વય છે. જેને સાચા અર્થમાં સમજવાથી માણસ પોતાના જીવનને સુખ શાંતિમય બનાવી શકે છે. જેથી આ પવિત્ર ગ્રંથનો લોકોમાં યોગ્ય પ્રચાર પ્રસાર જરૂરી છે.
ગીતાજી વિષયક એકેડેમિક પરીસંવાદ - ભગવદ્ ગીતા શું છે? તે વિશે ઉપરછલ્લી માહિતી તો દરેક હિન્દુઅોની પાસે હોય છે. પરંતુ ભગવદ્ ગીતામાં શું છે? તેવું જાણનારા બહુ અોછા લોકો છે. જેથી ભગવદ્ ગીતાના આંતરિક સત્યને જાણવા માટે એકેડેમિક પરીસંવાદો થવા ખુબજ જરૂરી છે. આવા સંંવાદોથી જ ભગવદ્ ગીતાના મૂળ સત્યની નજીક પહોંચવાનો માર્ગ મળે છે.
પાઠશાળા પ્રવૃત્તિનો વ્યાપ વધારવા માટેના પ્રયાસો - પાઠશાળા પ્રવૃત્તિ જીવનની તમામ પ્રવૃત્તિઅોના સારરૂપ પ્રવૃત્તિ છે. આવી પ્રવૃત્તિ માણસને વ્યસ્ત અને મસ્ત બંન્ને સાથે બનાવીને રાખે છેે. જેથી આ પ્રવૃત્તિમાં વધુુુુમાં વધુ લોકો જોડાય તે માટે વિવિધ સ્કૂલ/કલેજોમાં પાઠશાળા કેન્દ્રો શરુ કરીને તેનો વ્યાપ વધારવો જનકલ્યાણના કાર્ય માટે ખૂબજ જરુરી છે.
પાઠશાળા પ્રવૃતિ સંદર્ભે સ્પર્ઘાઅોનું આયોજન- સ્પર્ધાઅોથી પરસ્પરના જ્ઞાનની કસોટી થાય છે. આવી કસોટીમાં પાઠશાળાનાં વિદ્યાર્થીઅોને નિખરવાનો મોકો મળે છે. તેમજ પોતાના વ્યક્તિગત જ્ઞાનને લોકો સમક્ષ જાહેર કરવાનો પણ મોકો મળે છે. વળી સ્પર્ધાઅો પ્રવૃત્તિમાં નવો રસ અને નવો ઉમંગ ભરે છે. જેથી સંસ્થાન તરફથી વિવિધ સ્પર્ધાઅો યોજવામાં આવે છે.
પાઠશાળાના વિદ્યાર્થીને ઇનામ વિતરણ તથા પ્રમાણપત્રોથી સન્માનવા - સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોનું જો યોગ્ય સન્માન ન થાય તો તેવી સ્પર્ધાઅો ફળ વગરના વૃૃૃૃક્ષ જેવી પ્રતિત થાય છેે. જેથી સ્પર્ધકોને સન્માવવા માટે સંસ્થાન તરફથી વિવિધ ઇનામો અને પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા કરાયેલ છે. ઇનામો અને પ્રમાણપત્રોથી સન્માનિત થયેલો સ્પર્ધક જે ગૌરવ અનુભવે છે તેેમાજ ગીતા પાઠશાળા સંસ્થાનનું ગૌરવ સમાયેલું છે.
ગીતાજી તથા સંસ્કૃત સાહિત્યનું વાંચન વધે તેવા પ્રયાસો - આપણા સંસ્કૃત સાહિત્યમાં જ્ઞાન વિજ્ઞાનનો અમૂલ્ય ખજાનો છૂપાઇને પડેલો છે. તેથી જ તો નાસા ના પ્રમુખ રોબર્ટ લાઇટફુટ સંસ્કૃત ભાષા શીખી રહ્યા છે અને સંસ્કૃતના વખાણ કરી રહ્યા છે. સ્પેસમાં જ્યા બીજી ભાષાાા નથી ચાલતી ત્યા પણ સંસ્કૃત ભાષાને સ્પેસમાં સચોટ રીતે સપ્લાય કરી શકાય છે તેવું આજના અર્વાચિન વિજ્ઞાનનું સંશોધન છે ત્યારે સંસ્કૃત ભાષાનો અમુલ્ય વારસો હાંસલ કરવા ભગવદ્ ગીતા તથા સંસ્કૃત સાહિત્યનું વાંચન વધે તેવા પ્રયાસો માટે ગીતા પાઠશાળા સંસ્થાન હર હંમેશ તત્પર છે.